નવસારી અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ યોગરાજસિંહ ઝાલાએ જાહેર સુલેહ અને સલામતિ જળવાય તે હેતુસર જિલ્લામાં આવેલી તમામ સરકારી કચેરીઓની ૨૦૦ મીટર હદમાં ધરણા, ઉપવાસ, ભુખહડતાલ અને ચારથી વધુ લોકોની સભા/સરઘસ કરવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. આ પ્રતિબંધ તા. ૧૮ નવેમ્બર ૨૦૨૫ સુધી લાગુ રહેશે. હુકમનો ભંગ કરનાર સામે ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ ૧૩૫ હેઠળ કાર્યવાહી થશે.