સાયલા: સાયલા પહોંચી ખેડૂત આક્રોશ યાત્રા પોહચી ખેડૂતોનું દેવું માફ કરવા અને દરેક પાકને MSPની ખાતરી આપવાની કોંગ્રેસની માંગ
સાયલા કોંગ્રેસની "ખેડૂત આક્રોશ યાત્રા" આજે સાયલા તાલુકામાં પહોંચી હતી. સોમનાથથી શરૂ થયેલી આ યાત્રા નોલી, દેવગઢ અને સુદામડા જેવા ગામોમાંથી પસાર થઈ હતી. આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય ખેડૂતોના હિત માટે સરકાર સામે અવાજ ઉઠાવવાનો છે.યાત્રા દરમિયાન, કોંગ્રેસના નેતાઓએ રાજ્ય અને કેન્દ્ર સરકારો સમક્ષ ખેડૂતોનું બાકી દેવું સંપૂર્ણપણે માફ કરવાની માંગ કરી હતી. આ ઉપરાંત, તેમણે દરેક પાકની ન્યૂનતમ આધારભૂત ભાવ (MSP) પર ખરીદી કરવાની કાયદેસર ખાતરી આપવાની પણ અપીલ કરી હતી