ખંભાત તાલુકાના દહેડા ગામે રહેતા ફરિયાદી લાલજીભાઈ ઉર્ફે લાલો ભાઈલાલભાઈ રાઠોડને ગામના નરેશભાઈ ઝાલાભાઈ ચૌહાણે પત્નીની સામે જોઈને કાતરિયા ખાવા બાબતે માથાના ભાગે લાકડીનો ફટકો મારી દેતા લોહી નીકળવા માંડ્યું હતું. લાકડી જમણા હાથના અંગુઠાના ભાગે તેમજ બરડામાં પણ મારીને ઈજાઓ પહોંચાડી હતી. કિરણભાઈ બાબુભાઈ ચૌહાણે ગાળો બોલીને જાનથી મારી નાખવાની ધમકી આપીને જતા રહ્યા હતા.આ અંગે ફરિયાદી લાલજીભાઈએ ખંભાત ગ્રામ્ય પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.