એક ઇસમ હથિયાર સાથે ફરી રહ્યો છે,બાતમીના આધારે પોલીસે આડેસર ગામના સોઢા કેમ્પ નજીક આવેલ ટગા ત્રણ રસ્તા પાસે વોચ ગોઠવી હતી. જ્યાંથી 35 વર્ષીય યુનુસ સિધીકભાઈ હિંગોરજાને અટકાવી તેની તલાશી લેતા તેના કબજામાંથી એક ગેરકાયદેસર દેશી હાથ બનાવટનો તમંચો મળી આવ્યો હતો. પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.