માંડવી: માંડવી ચારરસ્તા ખાતે આયોજિત ભાજપના સંમેલનમાં કોંગ્રેસ નેતાઓ ભાજપમાં જોડાયા.
Mandvi, Surat | Oct 9, 2025 સુરત જિલ્લાના માંડવી ખાતે આજે વિધાનસભાનું કાર્યકર્તા સંમેલન યોજાયું હતું. આ સંમેલનમાં તાલુકાના અનેક કોંગ્રેસી નેતાઓ ભાજપમાં જોડાયા હતા. જેમાં તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ અને પૂર્વ વિપક્ષ નેતા શંકર ચૌધરીનો પણ સમાવેશ થાય છે.રાજ્યમાં નવા પ્રદેશ અધ્યક્ષની વરણી થયા બાદ હવે રાજકીય ઉથલપાથલ શરૂ થઈ છે. પ્રદેશ પ્રમુખના ચાર ઝોનના પ્રવાસ અંતર્ગત 12 તારીખે બારડોલી ખાતે જગદીશ વિશ્વકર્મા આવવાના છે. ત્યારે સુરત જિલ્લામાં પણ રાજકીય ગરમાવો જોવા મળ્યો છે.