વડોદરા: આધાર કાર્ડ વિભાગનો નવતર અભિગમ,પાલિકાના હદ વિસ્તારમાં રહેતા વરિષ્ઠ નાગરિકો માટે માનવતાભરી પહેલ
વડોદરા : આધાર કાર્ડ વિભાગે નવતર અભિગમ અપનાવ્યો છે.100વર્ષથી વધુ ઉંમરના નાગરિકો માટે ખાસ કાર્યક્રમ શરૂ કર્યો છે.મહાનગર પાલિકાના હદ વિસ્તારમાં રહેતા વરિષ્ઠ નાગરિકો માટે માનવતાભરી પહેલ છે.VMCની આધાર કાર્ડ ટીમ હવે વડીલો સુધી તેમના ઘરે જ પહોંચશે.આધાર કાર્ડ વેરીફિકેશન માટે નાગરિકોને ઓફિસોમાં દોડધામ નહીં કરવી પડે.મ્યુનિસિપલ કોર્પોરેશનની માનવતાભરી પહેલને પ્રશંસા અપાઈ હતી.જ્યારે,વડીલો માટે ઘરઆંગણે સેવાથી શહેરમાં આનંદ અને પ્રશંસાનો માહોલ જોવા મળ્યો છે.