થાનગઢમા ગેરકાયદેસર રેતી ખનન - વહન સામે તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. થાન મામલતદાર નિલેશ પટેલ દ્વારા આજે વહેલી સવારે નવાગામ રોડ પર પેટ્રોલિંગ દરમિયાન રેતી ભરેલા બે ડમ્પર ઝડપી પાડવામાં આવ્યા છે. ઝડપાયેલા ડમ્પરમાં કુલ અંદાજે 69 ટન રેતી ભરેલી હોવાનું જાણવા મળ્યું છે, જેમાં બંને ડમ્પર અને રેતી સહિત લગભગ 70 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. મુદ્દામાલને મામલતદાર કચેરી ખાતે ખસેડી કાયદેસરની આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.