વડોદરા પૂર્વ: બાપોદ માં ભૂવો પડતા લોકોએ કહ્યું આ તો અધિકારીઓ ની આળસ નુ પરિણામ છે
વડોદરાના બાપોદ વિસ્તારમાં મસમોટો ભૂવો પડ્યો હતો.ભાઈલાલ પાર્ક ચાર રસ્તા પર જ ભૂવો પડતા અધિકારીઓ દોડતાં થયા હતા. પાણીની ટ્રંક લાઈન નાખવાની કામગીરી બાદ ખાડાનું યોગ્ય પુરાણ ન થતાં ભૂવો પડ્યો હોવાની ફરિયાદ ઉઠી છે.ભૂવા ફરતે કરેલ બેરિકેટિંગ પણ ભૂવામાં ગરકાવ થઈ ગયું હતું.પાલિકાએ કામગીરી ના કરતાં મોટો ભૂવો થઈ ગયો હોવાના આરોપ સ્થાનિકોએ લગાવ્યા હતા.