જૂનાગઢ: શહેરના રોડ રસ્તાની બિસ્માર હાલત થી લોકો હેરાન પરેશાન, 9 નવેમ્બરે જૂનાગઢનો મુક્તિ દિવસ,ખાડા માંથી મુક્તિ અપાવવા લોકમાંગ
ચોમાસા બાદ પણ શહેરીજનોને ઉબડખાબડ રોડ માંથી મુક્તિ નથી જુનાગઢ મહાનગરપાલિકા બન્યાના બે દાયકા થી વધુ સમય થઈ ગયો પણ શહેરના રોડ રસ્તાની આજે પણ ગ્રામ્ય વિસ્તારના રોડ રસ્તા જેવી હાલત જોવા મળી રહી છે. કરોડો રૂપિયા રોડ રસ્તા માટે મંજૂર થાય છે પરંતુ વિકાસ કાર્યો માટે વ્યાપક ભ્રષ્ટાચાર ના કારણે હલકી ગુણવત્તા વાળા રોડ રસ્તાઓનું નિર્માણ થાય છે .