કેશોદ: કોળી સમાજના યુવાનોના લીવર બે કિડની હાર્ટ જેવા અંગોનું દાન કરાયું કેશોદ એરપોર્ટ થી અમદાવાદ તમામ અંગોને મોકલાયા
માંગરોળ તાલુકાના મકતુપુર ગામના વતની ભાર્ગવ ઘરસેડાનું બ્રેન ડેડ થતા તેમના પરિવારનો નિર્ણય લઈને અન્ય છ જરૂરીયાત મંદ વ્યક્તિઓને નવજીવન આપવાનો માર્ગ અપનાવ્યો.ત્યારે જુનાગઢ ની ખાનગી હોસ્પિટલ માંથી જુનાગઢ સિવિલમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા ત્યાંથી સિવિલમાં બ્રેઇન ડેડ ના તમામ ટેસ્ટ કરી રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ અંગ દાનને સંમતિ મળી હતી ત્યારે આ જુનાગઢ થી કેશોદ એરપોર્ટ પર આ તમામ અંગોને લાવવામાં આવ્યા હતા અને ત્યાંથી એરપોર્ટ થી અમદાવાદ મોકલવામાં આવ્યા.