અડાજણ: સુરતઃ ડુપ્લિકેટ સોનાના બિસ્કિટ આપી રૂપિયા ૩૬ લાખની ઠગાઈ: ક્રાઈમ બ્રાન્ચે બે આરોપીને ઝડપી લીધા
Adajan, Surat | Oct 25, 2025 સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચ પોલીસે ડુપ્લિકેટ સોનાની બિસ્કિટ આપીને ૨૨ કેરેટનું અસલ સોનું મેળવી ₹૩૬ લાખની ઠગાઈ કરવાના ગુનામાં સંડોવાયેલા બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. આ અંગે સલાબતપુરા પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો.તા. ૧૫/૧૦/૨૦૨૫ ના રોજ, ફરીયાદી અમિતભાઈ જયંતીભાઈ ચાંદગઢીયાનો સંપર્ક પ્રવિણ જૈન નામના વ્યક્તિએ કર્યો હતો, જેણે પોતાની ઓળખ પુણે, મહારાષ્ટ્રની 'મહાવીર ગોલ્ડ' નામની દુકાનના માલિક તરીકે આપી હતી.