વલસાડ: ખજુરડી ગામ ખાતે પાટીદાર સાંસ્કૃતિક હોલમાં ભાજપનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો
Valsad, Valsad | Oct 29, 2025 બુધવારના 3:30 કલાકે યોજાયેલા કાર્યક્રમ ની વિગત મુજબ આજરોજ વલસાડ તાલુકાના ખજુરડી ગામ ખાતે આવેલા પાટીદાર સાંસ્કૃતિક હોલ ખાતે ભારતીય જનતા પાર્ટી ધરમપુર વિધાનસભા દ્વારા કલવાડા જિલ્લા પંચાયત સીટનો નુતન વર્ષ સ્નેહ મિલન કાર્યક્રમનો આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ ધરમપુર ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ તેમજ જિલ્લા ભાજપ પ્રમુખ હેમંતભાઈ કંસારાની ઉપસ્થિતિમાં યોજાયો હતો.