ખેરાલુ: જકાતનાકા પાસે કચરાના ઢગલા ખડકાયા #jansamasya
ખેરાલુના જકાતનાકા મુખ્યમાર્ગ પર પાલિકાની બેદરકારીના લીધે કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે. બાજું ટ્રેક્ટર હોવા છતાં કચરો ત્યાં નાખવામાં આવે છે અને તેની દુર્ગંધથી આખો વિસ્તાર પરેશાન જોવા મળી રહ્યો છે. રખડતી ગાયો અને શ્વાનો દ્વારા આ કચરાને ઉપાડીને જ્યાં ત્યાં નખાતો હોવાથી વિસ્તારમાં ગંદકી જોવા મળી રહી છે તો સાથે જ નવરાત્રી હોવાથી કચરા વચ્ચે થઈને પસાર થવું પડી રહ્યું છે. ખેરાલુ પાલિકાને અનેકવાર જાણ કરી હોવા છતાં કચરાનો નિકાલ નથી આવતો.