દાંતા: અંબાજી ખાતે બની રહેલ કોરીડોર ને લીધે જેમના મકાનો તૂટી રહ્યા છે તેવા અસરગ્રસ્તોએ ગામ બંધ રખાવીને પોતાની પ્રતિક્રિયાઓ આપી
યાત્રાધામ અંબાજીમાં મંદિરના વિકાસ માટે અને યાત્રાધામના વિકાસ માટે નવીન કોરિડોર પ્રોજેક્ટ અમલમાં મુકાયો છે જેના લીધે 300 થી વધુ મકાનો તૂટવાના છે અને તેમાં રહેતા ગરીબ લોકો બે ઘર થવાના હોય આવા અસરગ્રસ્તોએ આજે અંબાજી લોકોને અપીલ કરી ગામ બંધ રખાવ્યું હતું અને પોતાની માંગણી સરકાર સમક્ષ મૂકી હતી અને પોતાની પ્રતિક્રિયાઓ આપી હતી