અંબાજી નજીકના પાડલીયા ગામે ફોરેસ્ટ સ્ટાફ અને પોલીસ કર્મીઓ પર આદિવાસી વિસ્તારના સ્થાનિક લોકો દ્વારા થયેલા પથ્થર,ગોફણ અને તીરથી થયેલા હુમલામાં 45 જેટલા પોલીસ કર્મીઓ ઘાયલ થયા છે તેમાં નવ ને ગંભીર ઈજાઓ થતા પાલનપુર રીફર કરવામાં આવ્યા છે આ ઘટનાની જાણ થતા જિલ્લા કલેકટર ઘાયલ પોલીસ કર્મીઓ અને વનકર્મીઓની મુલાકાત લેવા અંબાજી સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા અને સમગ્ર ઘટના બાબતે તેમણે પ્રતિક્રિયા આપી હતી