સુરેન્દ્રનગર જિલ્લાના પૂર્વ કલેકટર રાજેન્દ્ર પટેલની તાજેતરમાં ભ્રષ્ટાચારના ગંભીર આરોપોસર ઈડી (ED) દ્વારા ધરપકડ કરવામાં આવી છે. ત્યારે આ કાયદાકીય કાર્યવાહી વચ્ચે પૂર્વ કલેકટરના સમર્થનમાં આજે પાટડી ખાતે 'ખેડૂત હિત રક્ષક સમિતિ' આગળ આવી હતી. સમિતિના વિવિધ આગેવાનોએ આજે પાટડી પ્રાંત અધિકારી મીલન રાવને રૂબરૂ મળીને એક આવેદનપત્ર પાઠવ્યું હતું.