ચીખલી તાલુકાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ તા.૨૪મી ડિસેમ્બર -૨૦૨૫ના રોજ મામલતદાર કચેરી, ચીખલી ખાતે સવારે ૧૧-૦૦ કલાકે યોજાશે. જે માટેની ફરિયાદ અરજીઓ ‘તાલુકા ફરિયાદ નિવારણ કાર્યક્રમ ડિસેમ્બર -૨૦૨૫’ દર્શાવી અરજી મામલતદારશ્રી, ચીખલી ખાતે ટપાલ મારફત અથવા રૂબરૂમાં ૧૦/૧૨/૨૦૨૫ સુધી મોકલી આપવી. અરજીમાં કયા ખાતાને લગતી બાબત છે તે અવશ્ય દર્શાવવાનું રહેશે તેમ મામલતદારશ્રી ચીખલી દ્વારા અખબારી યાદીમાં જણાવાયું છે