તારાપુર-વટામણ સ્ટેટ હાઇવે ઉપર આવેલા કસ્બારા ગામ પાસેના યુપી-ઝારખંડ ઢાબા પાસે ઊભેલી ટ્રકની પાછળ આઈશર ભટકાઈ હતી.જે અકસ્માતમાં આઈશર ચાલક આઈશરની કેબિનમાં ફસાઈ ગયો હતો.એકત્રિત થયેલા લોકોએ ચાલકને દોઢ કલાકની જહેમત બહાર કેબીનમાંથી બહાર કાઢી હોસ્પિટલમાં સારવાર અર્થે મોકલી આપ્યો હતો.પરંતુ સારવાર મળે તે પહેલા જ મોત થયું હતું. આ અંગે તારાપુર પોલીસે ગુનો દાખલ કાર્યવાહી હાથ ધરી છે.