કતારગામ: કતારગામ સુરતની પાવરલૂમ ઈન્ડસ્ટ્રીને બાનમાં લેવા અસામાજિક તત્વોની લુખ્ખાગીરી, સમગ્ર ઘટના સીસીટીવી માં કેદ.
સુરત શહેર અને જિલ્લાના વિવર્સ ફરી એક વખત દહેશતમાં આવી ગયા છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ દિવાળી વેકેશન પૂરું થતાં જ વિવિંગ ઉદ્યોગ પર અસામાજિક તત્વોની નજર પડી છે, જેના કારણે અનેક યુનિટોને બળજબરીથી બંધ કરાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ અસામાજિક તત્વો ની સમગ્ર ઘટના સીસીટીવી ફૂટેજમાં કેદ થઈ છે જેના લય ને વેપારી દ્વારા ગુહ મંત્રી ને આવેદન આપવામાં આવશે.