ખેરાલુ: ખેરાલુના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી ઝાપટું
30 સપ્ટેમ્બરના રોજ બપોરે ૧.૩૦ કલાકે વાતાવરણમાં પલટાના કારણે ધીમીધારે વરસાદી ઝાપટું પડ્યું છે. છેલ્લા 2-3 દિવસથી ભારે ઉકળાટ અનુભવાય રહ્યો હતો જેને પગલે વરસાદ થતાં વાતાવરણમાં ઠંડક જોવા મળી છે. અપર એર સર્ક્યુલેશનના કારણે ખેરાલુના ગ્રામ્ય વિસ્તાર મંદ્રોપુર, સાકરી,ચાણસોલ ,બળાદ જેવા ગામોના વિસ્તારોમાં ઝાપટું જોવા મળ્યું છે. નવરાત્રીના 2 દિવસ બાકી હોય ગરબા ખેલૈયાઓમાં પણ ચિંતા જોવા મળી રહી છે તો છેલ્લા 2 દિવસથી વાદળછાયા વાતાવરણથી ગરમી અનુભવાય રહી છે..