જલ્લા ગામે આવેલી ઈન્દિરા કોલોનીમાં ફરિયાદી કોમલબેન મુકેશભાઈ પરમારના ઘરની સામે રહેતા ભાઈલાલભાઈ ભાથીભાઈ મકવાણા વિદેશી દારૂનું વેચાણ કરે છે. તેમના ત્યાં આવતા અજાણ્યા માણસો ગાળાગાળી કરતા હોવાથી મુકેશભાઈ (કોમલબેનના પતિ) તેમને ઠપકો આપવા ગયા હતા. આ વાતથી ઉશ્કેરાઈને બુટલેગર ભાઈલાલ અને તેની પત્ની મીનાબેને ઝઘડો શરૂ કર્યો હતો. ભાઈલાલે લોખંડની પાઇપ વડે મુકેશભાઈના માથામાં ડાબી બાજુ ફટકો મારતા તેઓ લોહીલુહાણ થઈને સ્થળ પર જ અર્ધબેભાન થઈ ગયા હતા.