પાદરા: ભોજ અને હરણમાળમાં પીવાના પાણી માટે ₹10 લાખની ગ્રાન્ટ મંજૂર
Padra, Vadodara | Oct 16, 2025 જીલ્લા પંચાયત સદસ્ય અર્જુનસિંહ પઢીયારની ભલામણથી ભોજ અને હરણમાળ ગામમાં પીવાના પાણીની પાઈપ લાઇન માટે 10 ટકા નાણા પંચમાંથી ₹10 લાખની ગ્રાન્ટ મંજૂર થઈ. સરપંચ, તલાટી અને ગ્રામ પંચાયતના સભ્યોની દેખરેખ હેઠળ કામ ચાલી રહ્યું છે. આ પ્રોજેક્ટથી બન્ને ગામના નાગરિકોને સ્વચ્છ પીવાનું પાણી મળશે.