રાપર તાલુકાના ચિત્રોડ પાસે આવેલ પુલ નજીક આજે સાંજે ટ્રક ચાલકે કાબુ ગુમાવતા ટ્રક ખાઈમાં ફસાઈ ગઈ હતી..જે બાદ આ ઘટના અંગે ભચાઉ ફાયર ટીમને આ અંગે જાણ કરવામા આવતા ભચાઉ ફાયર ટીમ તાત્કાલિક ઘટના સ્થળે જવા રવાના થઇ હતી અને બાજુમાં આવેલ ગેઇલ ઇન્ડિયા કંપનીની બચાવ ટીમને ભચાઉ ફાયર ટીમ જાણ કરતા તત્કાલીક તે પણ ઘટના સ્થળે પહોંચી હતી..આ ઘટનામાં ટ્રકમાં ફસાયેલ ડ્રાઈવરને બચાવ ટીમે સફળતા પૂર્વક રેસ્ક્યુ કરી બચાવ કર્યો હતો..