વડોદરા : એમએસયુમાં એક નવો વિડીયો વાયરલ થયો છે.જે વીડિયોમાં કોઈક દ્વારા માસના ટુકડા અથવા અન્ય કોઈ વસ્તુ નાખી દેવામાં આવતા તેની એક શ્વાન દ્વારા તેની મિજબાની માણવામાં આવી હતી. ત્યારે આ સમગ્ર ઘટના નજીકમાં હાજર યુનિવર્સીટીમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની દ્વારા પોતાના મોબાઈલમાં કેદ કરી લેવામાં આવી હતી.આ વીડિયો યુનિવર્સિટીના કોમ્પ્યુટર સેન્ટર પાસેનો હોવાનું સ્પષ્ટ નજરે પડી રહ્યું છે.જોકે માસના ટુકડા કોણ નાખી ગયું તેને લઈને સવાલો ઉઠ્યા હતા.