પાટણ વેરાવળ: વેરાવળ સીટી પોલીસ દ્વારા બાંગ્લાદેશી લોકોને શોધવા વેરાવળ ના અલગ અલગ વિસ્તારમાં ચેકીંગ હાથ ધર્યુ
વેરાવળમાં કોઈ બાંગ્લાદેશી વ્યક્તિ ગેરકાયદેસર રીતે રહેતો નથી ને ? તે શોધવા માટે શહેરની સોની બજાર સહિતના જુદા જુદા વિસ્તારોમાં રહેતા બંગાળી કારીગરો અને લોકોને ત્યાં સીટી પીઆઈ ગૌસ્વામી, ડિસ્ટાફ પીએસઆઈ રાયજાદા સહિતના પોલીસ સ્ટાફે ચેકીંગ હાથ ઘરી બંગાળી લોકોના આધાર પુરાવાઓ ચેક કર્યા હતા. તમારી આસપાસ કોઈ બાંગ્લાદેશી વ્યક્તિ કે પરીવાર રહેતો હોય તો તેની જાણ સીટી પોલીસને કરવા અપીલ કરવામાં આવી હતી.