દાહોદ: દાહોદ તાલુકામાં આત્મા પ્રોજેક્ટ અને ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ અંતર્ગત ખેડૂતોને અપાઇ તાલીમ
Dohad, Dahod | Nov 12, 2025 દાહોદ તાલુકામાં આત્મા પ્રોજેક્ટ અને ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ અંતર્ગત નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગમાં રવિ ઋતુ પૂર્વ તાલીમ સ્વયં પ્રેરિત પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો માટે અવેરનેસ અને ઓરિએંટશન પ્રોગ્રામ દરેક તાલુકામાં યોજવામાં આવ્યો હતો. તેમજ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે પણ તેમનું તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના મુખ્ય પાંચ આયાનો વિશે માહિતી આપવામાં આવી હતી.