બી ડિવિઝન પીઆઇ એસ.વી.ગોજીયાની સુચનાથી સર્વેલન્સ સ્ટાફના કર્મચારીઓ નાઈટ પેટ્રોલીંગમાં હતા દ૨મ્યાન બાતમી હકીકત આધારે રીક્ષા ચાલકને ટાગોર રોડ પરથી પકડી પાડી તેના કબ્જાના રીક્ષામાંથી ડીઝલ ભરેલા કેરબા મળી આવતા જે ડીઝલના કેરબાઓ સબંધે પુછપરછ કરતા ડીઝલના કોઈ આધાર-પુરાવા ના મળતા પકડાયેલ ઇસમ જતીનસિંહ ભગીરથસિંહ વાઘેલા પાસેથી ડીઝલ અને રિક્ષા સહિત કુલ 1,7,800 નો મુદ્દામાલ કબજે કરી આરોપી વિરૂધ્ધ કાર્યવાહી કરી આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.