જૂનાગઢ: હવેલી ગલી પાસે ખોવાઈ ગયેલ 1.30 લાખના સોનાનું ડોકિયું એ ડિવિઝન પોલીસે સોઢી મૂળ માલિકને પરત કર્યું
જુનાગઢ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પી આઈ આર.કે. પરમાર ને અરજદાર દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે છાયા બજાર વિસ્તારમાં સોનાની ઘડામણ કરનાર એકરમુર યુસુફભાઇ મોંડળનું ૧૪ ગ્રામનું, રૂ.૧.૩૦ લાખનું સોનાનું ડોકીયું હવેલી ગલીમાં ખોવાઈ ગયું હતું. ફરિયાદ મળતાં જ સર્વેલન્સ સ્કવોડ દ્વારા તપાસ શરૂ કરાય. છાયા બજાર તથા હવેલી ગલીના સીસીટીવી ચેક કર્યા તો કાળી ટોપી પહેરેલ વ્યક્તિ ડોકીયું ઉઠાવતો દેખાયો. તે શખ્સને શોધી સહી સલામત દાગીના પોલીસે મેળવી મૂળ માલિકને પરત કર્યા.