વડોદરા પૂર્વ: વડસર કોટેશ્વર નજીક નવો બ્રિજ બનશે:માનીતા કોન્ટ્રાકટર ને લાભ કરાવવા વધુ રૂપિયા ચૂકવાશે ?
પોતાના માનીતા કોન્ટ્રાક્ટરો ને લ્હાણી કરાવવામાં પાલિકાના સત્તાધીશો પાછા પડે તેમ નથી વડસર ગામથી કોટેશ્વર મહાદેવ/કાંસા રેસીડેન્સી/સમૃધ્ધિ મેન્શન તરફ જવાનો એકમાત્ર રસ્તો દરવર્ષે ચોમાસામાં બંધ થાય છે. ત્યારે અહીં બ્રિજ બનાવવા 17 કરોડના ખર્ચે બ્રિજ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.વડસરમાં બ્રિજ બનાવવા રૂ.17.18 કરોડ ખર્ચાશે ત્યારે અંદાજથી 14 ટકા વધુ રકમ ચૂકવા નો નિર્ણય કરવામાં આવતા વિવાદ સર્જાયો છે