રાજુલાના ખારી ગામની સીમમા કુવો ગાળવાની કામગીરી દરમિયાન યુવક ટ્રોલીમા બેસી કુવામા ઉતરી રહ્યો હતો ત્યારે સંતુલન બગડતા કુવામા પડી જતા યુવકનુ મોત નિપજયું. મદનસિંઘ હીરાસિંઘ રાવત ઉ.વ.30 યુવક કુવો ગાળવા ટ્રોલીમા બેસી કુવામા નીચે ઉતરી રહ્યો હતો ત્યારે ટ્રોલીનુ સંતુલન બગતા કુવામા ખાબકતા ઇજા પહોંચતા મોત નિપજયું.બનાવ અંગે પ્રેમીબેન મદનસિંઘ રાવતે રાજુલા પોલીસ મથકમા જાણ કરી.બનાવન લઈ રાજુલા પોલીસે તા.1/4/25 મંગળવાર ના સાંજના 5 વાગ્યાના સમયે વધુ તપાસ હાથ ધરી.