ભરૂચના બી.એ.પી.એસ.સ્વામિનારાયણ મંદિર પાછળ આવેલ પ્રસંગ પાર્ટી પ્લોટ ખાતે પ્રજાપતિ સમાજ એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ ભરૂચનું અષ્ટમ સ્નેહ મિલન સમારોહ યોજાયો હતો.જેમાં ધોરણ-10 અને 12,સ્નાતક,અનુસ્નાતક અને ડીપ્લોમાં ઉર્તીણ થયેલા વિદ્યાર્થીઓનું સન્માન,સમાજના વિશિષ્ટ વ્યક્તિઓનું સન્માન આમંત્રિત મહેમાનોના હસ્તે કરવામાં આવ્યું હતું.જ્યારે રક્તદાન કેમ્પમાં 100થી વધુ યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું.અને વિવિધ મુદ્દે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.