અડાજણ: સુરતના કાપોદ્રામાં એકતરફી પ્રેમમાં પાગલ યુવકે સગીરાનું અપહરણ કરી ગળા અને કાંડા પર ચપ્પુના ઘસરકા કર્યા
Adajan, Surat | Oct 9, 2025 સુરત શહેરના કાપોદ્રામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં એક તરફી પ્રેમમાં પાગલ યુવકે ૧૬ વર્ષીય સગીરાનું અપહરણ કરીને તેની સાથે સંબંધ રાખવા દબાણ કર્યું હતું. આરોપીએ સગીરાના ગળા અને કાંડા પર ચપ્પુના ઘસરકા કરીને તેને ડરાવવાનો પણ પ્રયાસ કર્યો હતો. જોકે, સગીરાની હિંમતને કારણે આરોપી તેને પરત મૂકી જવા મજબૂર થયો હતો. કાપોદ્રા પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપી યુવકને ઝડપી પાડ્યો છે.