દાંતીવાડા: દાંતીવાડા ખાતે મંત્રી પ્રવીણ માળી દ્વારા જવાનો સાથે દીપોત્સવની ઉજવણી, મંત્રી પ્રવિણ માળીએ પ્રતિક્રિયા આપી
દાંતીવાડા ખાતે મંત્રી પ્રવીણભાઈ માળી દ્વારા જવાનો સાથે દીપોત્સવની ઉજવણી રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી પ્રવીણભાઈ માળીએ સરહદના સંત્રી એવા બી.એસ.એફ. જવાનો સાથે દિવાળીની ઉજવણી કરી હતી. મંત્રીશ્રીએ દાંતીવાડા સ્થિત બી.એસ.એફ.હેડ ક્વાર્ટર ખાતે પહોંચીને જવાનોને દિવાળીના પાવન પર્વની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી તથા તેમની સાથે દીપોત્સવની ખુશીઓ વહેંચતા ફટાકડા ફોડીને ઉજવણી કરી હતી.