ઉધના: સુરત શહેરના લાલગેટમાં સગીરાને ચપ્પુની અણીએ બાહુપાશમાં જકડી હેરાન કરનાર યુવક ઝડપાયો
Udhna, Surat | Nov 3, 2025 સુરત શહેરમાંથી સગીરાની જાહેરમાં છેડતી અને ધમકીનો ગંભીર કિસ્સો સામે આવ્યો છે, જેમાં શાહપોર વિસ્તારની ૧૭ વર્ષીય સગીરાને છેલ્લાં બે વર્ષથી હેરાન-પરેશાન કરનાર યુવકની લાલગેટ પોલીસે ધરપકડ કરી છે.આરોપી પરવેઝ મોહમ્મદ આરીફ છેલ્લા બે વર્ષથી સગીરાનો પીછો કરી તેને હેરાન કરતો હતો. જ્યારે સગીરા ધો. ૯માં અભ્યાસ કરતી હતી, ત્યારે ટ્યૂશને જતી વેળા આ યુવક તેનો સતત પીછો કરી અઘટિત માંગણી કરતો હતો.