ઓલપાડ: કીમ ગામે ભારે વરસાદને લઈને માથે તાડપત્રી રાખી દુલ્હનને વિદાય આપવામાં આવી.
Olpad, Surat | Oct 26, 2025 ઓલપાડ તાલુકાના કીમ ગામ ખાતે એક પરિવાર ના ઘરે લગ્ન પ્રસંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે લગ્ન પૂર્ણ થાય એ પહેલા ધોધમાર વરસાદ વરસ્યો હતો જેને લઈને હાજર સૌ કોઈ ચિંતામાં મુકાઈ ગયા હતા અને કન્યા ભીંજાઈ ન જાય તે માટે માથા પર તાડપત્રી મૂકવામાં આવી હતી અને કન્યાને કાર સુધી પહોંચાડવામાં આવી હતી. આમ વરસાદ સૌ કોઈ માટે આફતરૂપ સાબિત થઈ રહ્યો છે.