લીંબડી: લીંબડી નેશનલ હાઇવે પર ઇંગ્લિશ દારૂની ખેપ મારવા નીકળેલા શખ્સ ને પોલીસે ઝડપ્યો વધુ ઇંગ્લિશ દારૂ, બીયર નો જથ્થો કબ્જે કર્યો
લીંબડી પોલીસ સ્ટેશને 2 ડિસેમ્બર સવારે 11 કલાકે નોંધાયેલી ફરિયાદ મુજબ લીંબડી હાઇવે પર સંભવનાથ સર્કલ નજીક ઇંગ્લિશ દારૂની ખેપ મારવા આવેલ બાઇક સવાર કુલદીપ હરેન્દ્રભાઇ ને લીંબડી પોલીસે ઝડપી પાડ્યો હતો. અને આગવી ઢબે પુછપરછ કરતા તેણે વધુ ઇંગ્લિશ દારૂ ની બોટલો નંગ 12 અને બિયર ના ટિન 70 , મોબાઇલ અને બાઇક બધુ મળી કુલ રૂ. 68000 નો મુદામાલ કબજે કરી લીંબડી પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.