આણંદ જિલ્લા કલેકટર શ્રી પ્રવીણ ચૌધરીએ આકસ્મિક સિહોલ ગામ ખાતે પરા વિસ્તારમાં આવેલ રાંદોલ વર્ગ પ્રાથમિક શાળાની મુલાકાત લીધી હતી.કલેકટર શ્રી ની મુલાકાત સમયે રાંદોલ વર્ગ પ્રાથમિક શાળા ખાતે પ્રારંભનો સમય હોય પ્રાર્થના શરૂ થઈ હતી. આ પ્રાર્થના દરમિયાન કલેક્ટરશ્રીએ ધોરણ ૧ થી ૫ અને બાલવાટિકાના વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવતી પ્રાર્થના નિહાળી હતી.