બે દિવસ અગાઉ અડાજન પાલ ખાતે આવેલા રામજી ઓવારા નજીક સ્ટ્રોમ ડ્રેનેજ મારફતે ડ્રેનેજ નું ગંદુ પાણી તાપી નદીમાં છોડવાનો મામલો સામે આવ્યો હતો.જે ઘટના બાદ અંતે ડ્રેનેજ સમિતિના ચેરમેન કેયુર ચપટ વાળા એ તપાસના આદેશ આપ્યા છે.તેઓએ જણાવ્યું છે કે આ ખૂબ જ ગંભીર બાબત છે.રાંદેર ઝોનના અધિકારીઓને તત્કાલિક સ્થળ પર દોડાવી તપાસના આદેશ આપ્યા છે.જ્યાં સર્વે દરમ્યાન ગેરકાયદે ડ્રેનેજ કનેકશન અને જોડાણ કાપી કાર્યવાહી કરવામાં આવી રહી છે.યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.