જુનાગઢ જિલ્લા પંચાયત કચેરી ખાતે પ્રભારી સચિવ દિલીપ રાણાના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ હતી.જુનાગઢ જિલ્લાના વિવિધ વિભાગોના વિકાસ કામો અન્વયે સંલગ્ન વિભાગના તમામ અધિકારીઓ સાથે બેઠક કરી વિસ્તૃત ચર્ચાઓ કરાઈ હતી. આયોજિત તથા હાલના વિકાસ પ્રોજેક્ટ,રોડ રસ્તા ના કામો,એમપી,એમએલએ તરફથી તથા સીએમઓ પ્રોટલ મારફતે પ્રાપ્ત રજૂઆતો સહિતના મુદ્દાઓને લઈને ચર્ચા કરાઈ હતી.