ઝાલોદ: ઝાલોદ તાલુકાના ગામડી PHC ખાતે આરોગ્ય કિરણ કાર્યક્રમ યોજાયો
Jhalod, Dahod | Nov 12, 2025 આજે તારીખ 12/11/2025 બુધવારના રોજ બપોરે 2 કલાક સુધીમાં ઝાલોદમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીના માર્ગદર્શન હેઠળ વિવિધ સેવાઓ અપાઈ.દાહોદ જિલ્લા પંચાયતના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા ઝાલોદના ગામડી PHC ખાતે "ગામે ગામ આરોગ્ય કિરણ" કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. ઉદય ટીલાવત અને તાલુકા આરોગ્ય અધિકારી ડો. તુષાર ભાભોરના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો.