કામરેજ: ઘલા ગામે એક ખેડૂતે AI નો ઉપયોગ કરી કેરીની સફળ ખેતી કરી.
Kamrej, Surat | May 28, 2025 સુરત જિલ્લાના કામરેજ તાલુકાના ઘલા ગામમાં ખેડૂત પ્રવીણભાઈ માંગુકિયાએ આધુનિક ખેતીનો અનોખો પ્રયોગ કર્યો છે. તેમણે ત્રણસો વીઘા જમીનમાં એક લાખથી વધુ કેસર કેરીના આંબાનું ઇઝરાયેલી પદ્ધતિથી વાવેતર કર્યું છે.ફાર્મમાં AI ટેકનોલોજી ઇન્સ્ટોલ કરવામાં આવી છે. આ સિસ્ટમ દર કલાકે વાતાવરણનો એનાલિસિસ રિપોર્ટ 14 દિવસ અગાઉથી આપે છે. તેમણે એક વીઘા જમીનને પ્રયોગશાળા તરીકે વિકસાવી છે.