કાલોલ: તાલુકા પંચાયત ખાતે સાસંદ ખેલ મહોત્સવના આયોજનને લઈ ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ ની હાજરીમાં બેઠક યોજાઈ
કાલોલ તાલુકા પંચાયત કચેરી ખાતે સાંસદ ખેલ મહોત્સવ અંતર્ગત યોજાનારી વિવિધ રમતોના આયોજન અને સંચાલન અંગે બેઠક ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણની હાજરીમાં બેઠક યોજાઈ હતી.જેમાં કાલોલ મામલતદાર,તાલુકા વિકાસ અધિકારી, ભારતીય જનતા પાર્ટીના મંડળ પ્રમુખ મહિદિપસિંહ ગોહિલ, માજી પ્રમુખ નરેન્દ્રસિંહ ગોહિલ,જિલ્લા અને તાલુકા પંચાયતના ચૂંટાયેલા પ્રતિનિધિઓ વગેરે હાજર રહી સાંસદ ખેલ મહોત્સવના સફળ આયોજન માટે ચર્ચા વિચારણા કરી હતી.