ઉધના: સુરતના લિંબાયતમાં પત્ની સાથે ઝઘડા બાદ પતિએ ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું
Udhna, Surat | Oct 13, 2025 સુરત શહેરમાં પત્ની સાથે ઝઘડા બાદ પતિના આપઘાતની બે ઘટના સામે આવી હતી. જેમાં લિંબાયતમાં રહેતા ૨૭ વર્ષીય યુવક અને ૨૩ વર્ષીય યુવકે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.લિંબાયત મહાપ્રભુનગર સોસાયટીમાં રહેતા ૨૭વર્ષીય પ્રેમકુમાર સુનિલસિંહ એમ્બ્રોઈ ડરીના કારખાનામાં કામ કરી પત્ની તેમજ એક પુત્ર સહિતના પરિવારનું ભરણપોષણ કરતો હતો. પ્રેમકુમારનો પત્ની સાથે કોઈ બાબતને લઈ ઝઘડો થયો હતો. બાદમાં પ્રેમકુમારે સાંજે રૂમમાં જઈ છતના હુક સાથે દુપટ્ટો બાંધી આપઘાત કરી લીધો હતો.