સુરતથી મહારાષ્ટ્ર વચ્ચે દોડતી ખાનગી લક્ઝરી બસોના સંચાલકો વચ્ચેનો વિવાદ હવે હિંસક સ્વરૂપે બહાર આવ્યો છે. શ્રી હરિ ટૂર એન્ડ ટ્રાવેલ્સની લક્ઝરી બસમાં ક્લીનર તરીકે કામ કરતા યુવક પર ચાકુ વડે હુમલો કરવામાં આવ્યો હોવાની ગંભીર ઘટના સામે આવી છે. હુમલામાં ઘાયલ થયેલા યુવકનું નામ કિરણ પાટીલ હોવાનું જાણવા મળ્યું છે. તેને સારવાર અર્થે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. કિરણ પાટીલે આપેલી માહિતી મુજબ, હુમલા પાછળ સાઈરથ લક્ઝરીના માલિક હોવાનું જણાવ