સુરતના રાંદેર ચંદ્રશેખર બ્રિજ પર ઉતરાયણ ન દિવસે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.બપોરના સમયે બાઈક પર પત્ની રેહાના અને.પુત્રી અલીસા સાથે જઈ રહેલા રેહાન શેખ ની ચાલુ બાઈક વચ્ચે પતંગ નો દોરો આવી ગયો હતો.જે દોરાને હટાવવા જતા બાઈક નું સંતુલન ખોરવાયું હતું.બાઇક બ્રિજ સાથે ભટકાતા ત્રણેય 70 ફૂટ ઉપરથી નીચે ઓટો રિક્ષા પર પટકાયા હતા.જેમાં સ્થળ પર જ પિતા પુત્રી નું મોત થયું હતું.જ્યારે માતાને ગંભીર હાલતમાં સારવાર અર્થે ખસેડાતા ગુરુવારે તેણી પણ મોતને ભેટી હતી.