પાદરા: ગામેઠાથી માસર સુધીના રોડનું ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા ના હસ્તે ખાતમુહૂર્ત
Padra, Vadodara | Oct 16, 2025 પાદરા વિધાનસભાના ગામેઠા ગામે ₹2.5 કરોડના ખર્ચે બનનારા ઓએનજીસી રોડથી માસર ગામ સુધીના માર્ગનું ખાતમુહૂર્ત ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા દ્વારા કરવામાં આવ્યું. કાર્યક્રમમાં જનપ્રતિનિધિઓ અને ગ્રામજનો હાજર રહ્યા. આ રોડથી પરિવહન સુવિધામાં સુધારો અને સ્થાનિક વિકાસને વેગ મળશે.