વાંકાનેર: વાંકાનેરના પાંચદ્વારકા આયુષ્માન આરોગ્ય મંદીર ખાતે સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાનની ઉજવણી કરાઇ
Wankaner, Morbi | Sep 24, 2025 વાંકાનેરના પીપળીયારાજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હેઠળ આવતા પાંચદ્વારકા આયુષ્માન આરોગ્ય મંદીર ખાતે સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાનની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં જિલ્લા આરોગ્ય અધિકારી ડો. શ્રીવાસ્તવ અને તાલુકા હેલ્થ ઓફીસર ડો. આરીફના માર્ગદર્શન હેઠળ સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન અંતર્ગત ઉજવણીના ભાગ રૂપે પીપળીયારાજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સેજા હેઠળ આવતા પાંચદ્વારકા આયુષ્માન આરોગ્ય મંદીર ખાતે બાળકો, કીશોરીયો અને સગર્ભા બહેનોની તપાસ કરવામાં આવી હતી.