જુનાગઢ જિલ્લાના કેશોદ ખાતે નેશનલ હાઇવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. હાઇવે પર ડિવાઈડરમાં વૃક્ષોને પાણી છંટકાવ કરી રહેલા પાણીના ટેન્કર સાથે એક કાર અથડાતાં કાર ચાલક યુવકનું ઘટનાસ્થળે જ મોત થયું છે. અકસ્માતની ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.