મહુવા તાલુકાના મહુવા ટાઉનમાં આવેલ મહુવા જી. એચ.ભક્ત સાર્વજનિક હાઈસ્કૂલમાં માનદમંત્રી તરીકે ગમનભાઈ ઢીંમર અને ઉપપ્રમુખ તરીકે હિતેશભાઈ નાયક ની વરણી બિનહરીફ કરવામાં આવી છે મહુવા ટાઉનની આ હાઈસ્કૂલ માં શિક્ષણ ક્ષેત્રે તેમજ સંસ્થા ના સર્વાંગી વિકાસ માટે વરાયેલા બન્ને ઉમેદવારો બિનહરીફ થતા સ્કૂલ હજુ પ્રગતિ દ્વાર ખોલી વધુ વેગવંતી બનશે.