ગાંધીનગર: રૂપાલ ગામમાં નીકળનારી પલ્લી ને લઈને ખાડા રસ્તાઓની કામગીરી બાંધકામ વિભાગ દ્વારા હાથ ધરાઈ
રૂપાલ ગામમાં પ્રવેશતા આસપાસના ગામોના માર્ગો ઉપર ખાડાઓ પડી ગયા છે. પડેલા ખાડાઓને પુરાણ કરીને પેચવર્કની કામગીરી બાંધકામ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી છે. તેમાં રૂપાલ ગામની આસપાસના વાસન, કલોલ, સોનીપુર સહિતના માર્ગો ઉપર પેચવર્કની કામગીરી હાથ ધરવામાં આવી છે. જિલ્લાના રૂપાલ ગામમાં વરદાયની માતાજીની પલ્લી આસો સુદ નોમના દિવસે નિકાળવામાં આવે છે. પાંડવકાળથી નિકળતી માતાજીની પલ્લી ચાલુ વર્ષે 30મી, સપ્ટેમ્બરના રોજ નિકળશે.